Grah Puja

કોઈ પણ નવી જગ્યાએ વસવાટ કરતા પેહલા કે કાર્યના શુભારંભ વખતે કુંભ સ્થાપના થવી જ જોઈયે. કુંભ પૂજા એટલે જળની પૂજા. જ્યાં જળ છે ત્યાં જગદીશનો વાસ છે.

આખી સૃષ્ટમાં ૩ ગણુ પાણી છે. આપણી બોડીમાં પણ પાણીનો ભાગ રહેલો છે. પાણીનું બેલેન્સ હોવુ જરૂરી છે. જો બોડીમાં પાણી વધી કે ઘટી જાય તો માણસ બીમાર પડે છે. શરીરમાં પાણી ઘટે તો બોટલ ચડાવી પડે છે. પાણી બોડીમાં ભરાઈ જાય તો ખેંચાવુ પડે છે. પાણીનું બેલેન્સ માણસ ને શાંતિ, તંદુરસ્તી, સમૃધ્ધિ અપાવે છે. માટે ગરમીના વેકેશનમાં માણસ નદી, તળાવ કે દરિયા કિનારે ફરવા જાય છે. કોઈ રણમાં જતુ નથી. કોઈને ગુસ્સો આવે ને પાણી આપીયે તો તે શાંત થઈ જાય છે. માટે જ કીધુ છે કે || जलम् जन्य जीवनम् ||

જળ દરેક જીવ નો આત્મા છે. ૨૪ કલાક માણસ ખાધા વગર જીવે છે પણ પાણી વગર નહી. માટે પાણી અને વાણી નો ઉપયોગ ચોકસાઇથી કરવો જોઈયે. કુંભ પૂજાએ વરૂણ દેવ જળના દેવની પૂજા છે. માટે આપણે પેહલા કુંભ મૂકીને પછી તે જગ્યામાં વાસ કરવો જોઈયે.