
ગણેશજી રિધ્ધિ-સિધ્ધિ આપનાર પૃથ્વી તત્વનાં દેવ છે. ગણેશજી ને રક્ત પુષ્પ, રક્ત ચંદન, દુર્વા, લાડુ ખૂબ જ પ્રિય છે.
“कलौ चंडी विनायको” આ સૂત્ર પ્રમાણે કલિયુગમાં ગણેશજી અને કુળદેવી જલ્દી સિધ્ધિ આપે છે. બે દેવની આગળ મંગલ શબ્દ લાગે છે. એક ગણેશજી અને બીજા હનુમાનજી. ગણેશજી માટે મંગલ મૂરતિ મોરીયા અને હનુમાનજી ને મંગલ મૂરતિ મારૂતિ નંદન કહેવાય છે.
ગણેશયાગ ૧ દિવસ, ૩ દિવસ નો થઈ શકે છે. ૧-દિન યજ્ઞમાં ૧૦૦૦ લાડુ અને ૩-દિન યજ્ઞમાં ૧૦,૦૦૦ લાડુનો હોમ થાય છે. આ લાડુમાં સામગ્રીમાં ઘંઉનો લાડુનો લોટ, ગોળ, શુધ્ધ ઘી થી લાડુ બનાવીને યજ્ઞના માધ્યમથી (હોમ કરીને) ગણેશજી ને જમાડવાનો શુધ્ધ ભાવ છે.





