
આ યજ્ઞ ભગવાન નારાયણ નો યજ્ઞ છે જે લક્ષ્મીદેવીના પતિ છે અને જેનો વૈકુંઠ મા વાસ છે. ભગવાન વિષ્ણુ વાયુ તત્વના દેવ છે જે જગત નુ પાલન-પોષણ કરી મોક્ષ પણ અપાવે છે.
આ વિષ્ણુયાગ ઓછામા ઑછો ૩ દિવસ કે પછિ ૫-દિવસ નો થઈ શકે છે. આ હવન માં કેસર યુક્ત પયાસની (ચોખને રાંધીને બનાવેલા ભાતને પયાસ કહે છે) ૧૦૦૦૦ આહુતિ આપવાથી નારાયણ ભગવાન સાક્ષાત લક્ષ્મીદેવિ જોડે તમારી સાથે વાસ કરે છે અને તમારા ધ્રવ્યની શુધ્ધી કરી મોક્ષ અપાવે છે.
માટેજ કહુ છે કે “कलो केशव कीर्तनात”. આ ઘોર કલી કાળ મા જે કેશવનુ સ્મરણ કરે છે તેના ઉપર કલિ નો પ્રભાવ પડતો નથી.





