
સૂર્ય ભગવાન એ આ જગતના પ્રત્યક્ષ દેવ છે. બીજા કોઇ દેવને આપડે જોઈ શકતા નથી. જ્યારે આ દેવ દરરોજ ઉદય-અસ્ત પોતાના સમય પ્રમાણે નિત્ય સમસ્ત સુષ્ટ્રીમા પ્રકાશ પાથરે છે. ભગવાન સૂર્યને દરરોજ નમસ્કાર કરવાથી આપણા જીવનમા હજારો જન્મ સુધી દરિદ્રતા આવતી નથી.
“सूर्य आत्मा जगतस्तस्थुषश्च” સૂર્ય નારાયણએ જગતનો આત્મા છે. ગ્રહ મંડળનો રાજા પણ સૂર્ય છે. આત્માનો કારક ભગવાન સૂર્ય નારાયણ છે. આ યજ્ઞમા અર્કની સમિધા એટલે આંકડાની સમિધાની ૧૦૦૦૦ આહુતિ અપાય છે. સૂર્ય દેવને અર્ધ્ય ખૂબજ પ્રિય છે. ભગવાન સૂર્ય નારાયણ તેજ તત્વ ના દેવ છે.
આ યજ્ઞ કરવાથી તેજ, સૌંદર્ય, યશ અને સત્તા ની પ્રાપ્તિ થાઈ છે.





